બી.એ./બી.કોમ.સેમે.-1 NEP આંતરિક કસોટી ટાઈમ-ટેબલ.
Date: 01/10/2026

આંતરિક મૂલ્યાંકન કસોટી 

B.A. અને B.Com. સેમેસ્ટર-1 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતરિક મૂલ્યાંકન કસોટી તા.15 ઓક્ટોબર, 2026થી શરૂ થનાર છે. પરીક્ષાનું ટાઇમ ટેબલ કોલેજના નોટિસ બોર્ડ પર અને કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
તમામ વિદ્યાર્થીઓએ પોતાના વિષયની પરીક્ષાની તારીખ, સમય અને સેશનની અગાઉથી નોંધ લઈ, નિર્ધારિત સમય મુજબ પરીક્ષામાં હાજર રહેવું.

*વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચનાઓ... 

1. તમામ વિદ્યાર્થીઓએ પોતાના નિર્ધારિત તારીખ અને સમય મુજબ સમયસર હાજર રહેવું.
2. વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમયથી ઓછામાં ઓછા 10 મિનિટ અગાઉ વર્ગખંડમાં હાજર થવું.
3. દરેક વિદ્યાર્થીએ પોતાનું કોલેજ ઓળખપત્ર (ID Card) અથવા ફી ની પહોંચ સાથે રાખવાની રહેશે.
4. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં. મોબાઈલ બને ત્યાં સુધી લાવવો નહીં અને લાવો તો તમારા જોખમે લાવવાનો થશે..જેની ખાસ નોંઘ લેવી.
5. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન શિસ્ત જાળવવી અને કોલેજના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
6. કોઈ અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો કોલેજના આચાર્યશ્રી ને અગાઉથી જાણ કરવી.
7. વિદ્યાર્થીઓએ પોતાના વિષયના ટાઇમ ટેબલ ની અગાઉથી ચકાસણી કરી લેવી.
8. ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ કોલેજ દ્વારા નોટિસ બોર્ડ/વેબસાઈટ મારફતે કરવામાં આવશે.
9. દરેક વિદ્યાર્થીએ કોલેજની વેબસાઇટ દરરોજ જોતાં રહેવું.

તમામ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સૂચનાઓની નોંધ લઈ તેનો ચુસ્તપણે અમલ કરવો

ખાસ નોંધ :

 B.COM SEMESTER 1 (MORNING SESSION) કોમ્પ્યુટર વિષયના વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર વિષય માટેની આંતરિક પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ: 21/10/2026ના રોજ  રહેશે. જેનું ટાઈમટેબલ ટૂંક સમય માં અહી મૂકવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

બી.એ./બી.કોમ.સેમે.-1 NEP  આંતરિક કસોટી ટાઈમ-ટેબલ જોવા માટેની લિન્ક: /upload/files/INTERNAL%20EXAM%20TIME%20TABLE%20B%20A%20%26%20B%20COM%20SEM%20I%20%20OCT-2026.pdf