શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે તા. 11/09/2026 ના રોજ રોજગાર ભરતી મેળો યોજાયેલ
Date: 14/09/2026

પ્રિન્સિપલ શ્રી ડો. બી ઝેડ પટેલ સાહેબ ની નેતૃત્વ હેઠળ હેઠળ પ્લેસમેન્ટ ઓફિસર ડો વી.એમ. કાજી સર ની ગાઈડન્સ અને ડો કે. આર. રાજપૂત સાહેબ સાથે અધ્યાપક મિત્રોની મદદ સાથે CENTRE FOR ENTREPREURSHIP DEVELOPMENT, ધંધુકા અને રોજગાર કચેરી અમદાવાદ દ્વારા શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે તા. 11/09/2026 ના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો.

રોજગાર કચેરી અમદાવાદ દ્વારા યોજાયેલ ભરતીમેળામાં ૧૩૯ ઉમેદવારોની પસંદગી:

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરીના તાબા હેઠળની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉક્ત રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલ્લાના વિવિધ ક્ષેત્રોની ૦૬ જેટલી નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી હતી, જેમાં સર્વિસ, ફાર્મા, મેન્યુફેક્ચરિંગ તથા બેન્કિંગ જેવા ક્ષેત્રોની વિવિધ કંપનીઓ દ્વારા એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ફીલ્ડ એક્ઝિક્યુટિવ, BDM, ટેલીકોલર, રિલેશનશીપ મેનેજર, બેન્ક ઓફિસર, ટેકનિશિયન, ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મશીન ઓપરેટર, ટ્રેઇની, હેલ્પર વગેરે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

ભરતી મેળામાં ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, ગ્રેજ્યુએટ, ITI ટેક્નિકલ ટ્રેડ તથા ડિપ્લોમા જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોએ પોતાની લાયકાતને અનુરૂપ વિવિધ કંપનીઓમાં ઈન્ટરવ્યુ આપ્યા હતા, જેમાંથી કુલ ૧૩૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

રોજગાર ભરતી મેળા સાથે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોને વિવિધ સ્વરોજગાર યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન તથા સ્વરોજગારના વિવિધ અવસરો અંગે સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ઉમેદવારોને રોજગારની તકો સાથે જોડાવા માટે નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ઉમેદવારોની ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી.


Event Image Gallery