ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ધંધુકા માં
તારીખ 11/08/2026 ના રોજ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા કાર્યકારી આચાર્ય ડૉ બી.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધે શહેરના નાગરિકો સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનું યોગદાન આપે તે માટે મહા રેલી યોજવામાં આવી હતી્ જેમાં કોલેજના અને એન.એસ.એસ ના વિદ્યાર્થીઓએ તેમજ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું સંપૂર્ણ સંચાલન એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ કમલેશકુમાર આર રાજપુત ડૉ ઋતુલ સુતરીયા સાહેબ તેમજ સમગ્ર કીકાણી કોલેજના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એનએસએસ વિભાગ અને કોલેજના 451 વિદ્યાર્થીઓએ અને સ્ટાફના 31 સભ્યોએ ભાગ લીધો હતો.